મોરબી જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી પુત્રના જન્મદીનની ઉજવણી

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભૂખ્યા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી મોરબીના લોહાણા સમાજ અગ્રણીના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણી પુત્ર પ્રતિકભાઈના ૩૬માં જન્મદીને હાલાણી પરિવારે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી.

- text

- text