ટંકારા પંથકમાં મંગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

માંગ્યા મેહ વરસ્યા બાદ મગફળીના પાકમાં જીવાતે ખેડૂતોને ચિંતિત બનાવ્યા

ટંકારા : ટંકારા તાલુકામાં ચાલુ વર્ષે માંગ્યા મેહ વરસતા ખેડૂતો ખૂશખુશાલ છે. સમયસર વાવણી થઈ જતાં અને જરૂરી વરસાદ વરસતા ખેતરોમાં પાક પણ લહેરાઈ રહ્યો છે. પરંતુ મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ટંકારા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ સમયસર વાવણી કરી લીધી હતી અને સારો એવો વરસાદ વરસતાં હાલ ખેતરો લીલા છમ્મ દેખાઈ રહ્યા છે. ખેતરોમાં લહેરાતો મોલ આંખોને ઠંકડ આપે છે. હાલ ખેડૂતો પણ ખેતી કામમાં વ્યસ્ત છે. આ વર્ષે ટંકારા તાલુકામાં કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને મગફળીનું વાવેતર મહદઅંશે ઘડ્યું છે. ત્યારે મગફળીના પાકમાં આ વર્ષે મુંડા નામની જીવાંતનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે જેથી મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેતરમાં દેશી ખાતરને કારણે હજુ જમીન પોચી હોય છોડ પીળા પડીને સુકાવા લાગ્યા છે.

- text

- text