મોરબીમાં તલાટીની હડતાલથી ગ્રામ પંચાયતનો વહીવટ ખોરવાયો

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત

તલાટી કમ મંત્રીઓની માંગણીઓનું સકારાત્મક અને કાયમી નિવારણ કરી હડતાલનો અંત લાવવાની માંગ

મોરબી : ગ્રામ પંચાયતનો આધાર સ્તંભ સમાન એકમાત્ર કર્મચારી એવી તલાટી કમ મંત્રીઓ ૨ ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. આજે આઠ દિવસ જેટલો સમય થવા છતાં હડતાલનો યોગ્ય નિરાકરણ ન આવતા ગ્રામ પંચાયતના રોજિંદા વ્યવહારો અને વિકાસકામો અટકી ગયા છે. ગત માસના નાણાકીય બિલો ચુકવાયેલ નથી ત્યા પાણીવાળા, પટાવાળા, સ્ટ્રીટ લાઇટ ઓપરેટર વગેરે કર્મચારીઓ પગારથી વંચિત છે. નાણાકીય વસુલાતો નહીં થતાં પંચાયતોના સ્વભંડોળ પર વિષમ અસર ઊભી થયેલ છે.

મોરબીમાં તલાટીની હડતાલને પગલે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રી સુધી રજુઆત કરીને જણાવ્યું હતું કે, નાણાકીય ખાધ આગામી માસમાં ગંભીર અસર કરશે તેવી ધારણા છે. જાહેર જનતાની સેવામા ગ્રામ પંચાયતો દ્વારા આપવાની સવલતો અટકી પડવાની બંધ થવાની વિક્ષેપ થવાની છેવટની પરિસ્થિતિ છે. આગામી સમયમાં મોટા તહેવારો આવી રહ્યા છે. વિકાસના કાર્યો સહિતના તમામ બિલીના ચૂકવવાના અટકતા અમો સરપંચશ્રીઓ કફોડી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.

- text

ગ્રામ્ય લેવલથી તલાટી કમ મંત્રીની રોજબરોજના કામો માટે ખુબ જ જરૂરીયાત હોય છે. છેલ્લા આઠ દિવસથી ગામે તલાટી નથી. ગ્રામ પંચાયતના વહીવટ ખોરવાયેલ છે. તો તાત્કાલીક હડતાલનું નિરાકરણ કરવુ જોઇએ.તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાના સંવર્ગના વ્યાજબી પ્રશ્નોના નિરાકરણ માટે છેલ્લા ચાર વર્ષમાં ત્રણ જેટલી હડતાલ કરવામાં આવેલ છે. તેઓનું કાર્યભારણ અને જવાબદારીઓ ગ્રામ પંચાયત લેવલથી ખૂબ વધુ છે. તે અનુલક્ષીને તેઓના વ્યાજબી પ્રશ્નો નિરાકરણ કરવામાં ચાર -પાંચ વર્ષનો સમય ગાળો થયેલ છે તેથી કર્મચારીની હતાશા કામના નિકાલ પર વિપરિત અસર કરે છે. યોગ્ય સમયે મળે તે ન્યાય વારંવારની હડતાલોથી ગ્રામ્ય જન જીવનમાં વિક્ષેપ ઊભો થાય છે. લોકોના પોતાના કામોમાં ખૂબ મુશ્કેલી પડે છે. આમ તલાટી કમ મંત્રીઓની માંગણીઓનું સકારાત્મક અને કાયમી નિવારણ કરી હડતાલનો અંત લાવવાની માંગ કરી છે.

- text