મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ અંગે બેઠક યોજાઇ

- text


મોરબી : ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અંગે મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં તાલુકા અને ગામડાઓની મુલાકાત લેવામાં આવશે તેવું કોળી સમાજના પ્રમુખે જણાવ્યું હતું.

જીવાપર ગામમાં મોરબી જિલ્લા ટીમ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જગદીશભાઈ બાંભણીયા,જીલ્લા પ્રમુખ ધનજીભાઈ સખેસરીયા,જયદીપભાઈ, મુકેશભાઈ દેગામા,રમેશભાઈ હમીરપરા,રામજીભાઈ સાથલીયા,ચંદુલાલ હમીરપરા, બાલુભાઈ હમીરપરા,વાલજીભાઈ ઝંઝવાડીયા,બાબુભાઈ હમીરપરા,મેહુલભાઈ,રાજેશભાઈ,ગૌતમભાઈ,મહેશભાઈ દાળોદારા તમામ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આવનારા દિવસોમાં દરેક તાલુકા તેમજ ગામડાઓની મુલાકાત કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા ટીમ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું.

- text

- text