ક્યૂટોન સિરામીક ગ્રુપ ઉપર ઇન્કમટેક્સના દરોડામાં રૂ.200 કરોડના ગોટાળા   

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

રોકડ અને ઝવેરાત, ડિજિટલ ડેટા જપ્ત, માલિકોનાં રહેઠાણ, ઓફિસ, ફેક્ટરીમાં દરોડા બાદ હિસાબી ગોટાળાના દસ્તાવેજો જપ્ત 

મોરબી : ઇન્કમટેક્સ દ્વારા મોરબીના ટોચના ક્યુટોન સિરામીક ટાઇલ્સના ઉત્પાદકોને ત્યાં ગઈકાલથી હાથ ધરેલી દરોડાની કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટ સહિત અંદાજે 24 સ્થળે આઇટીના 200 અધિકારીઓની ટીમે ચાંપતા બંદોબસ્ત સાથે દરોડાની કામગીરી આજે પણ યથાવત રાખી છે.પ્રાથમિક તપાસમાં રૂ.200 કરોડના હિસાબી ગોટાળાના દસ્તાવેજો મળ્યા છે અને હજુ પણ ચારેક દિવસ સુધી દરોડાની કામગીરી ચાર દિવસ સુધી ચાલશે તેવું જાણવા મળે છે.

ગઈકાલે વહેલી સવારથી ઇન્કમટેક્સ દ્વારા અમદાવાદમાં પ્રહલાદનગર રોડ પર ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ક્યુટોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ અને ક્યુટોન એન્ટરપ્રાઇઝની ઓફિસમાં દરોડા પાડયા હતા. અમદાવાદ ઉપરાંત રાજકોટ, મોરબી, વડોદરા અને વાંકાનેરમાં આવેલા પ્લાન્ટ, ફેકટરી, તેમજ માલિકો મનોજ અગ્રવાલ, સુનિલ મંગલુલીયા, રાજીવ અડાલખાની ઓફિસો અને રહેઠાણ પર દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે. સિરામીક ટાઇલ્સની પ્રોડક્ટો વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. જેની માહિતી આવકવેરા વિભાગે મેળવી છે. ડિજિટલ ડેટા જપ્ત કરાયા છે જેમાં કેટલીક ગુપ્ત માહિતીઓ હોવાનું જાણવા મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે કબૂતર બિલિંગ માટે જાણીતા મોરબીના સિરામીક ઉદ્યોગમાં ક્યુટોન સિરામિક ટાઇલ્સની પ્રોડક્ટ બહાર નીકળે ત્યાં ઇન્વોઈસ બનાવ્યા વગર પણ માલ બહાર કાઢવામાં આવતો હોવાની વિગતો દરોડામાં બહાર આવી હોવાનું અને આઇટીની તપાસમાં ટેકસ ચોરીની સાથે જીએસટી અને સેન્ટ્રલ જીએસટીની ચોરી પણ બહાર આવી છે. કંપનીએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવુડના ફિલ્મ સ્ટાર અનિલ કપૂરને રાખ્યો છે અને મોટી રકમ ચૂકવી છે તેની પણ આઇટી તપાસ કરી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ ગુજરાત ઉપરાંત ગૌહાટી, કોલકત્તા, દિલ્હી અને વિદેશમાં સ્પેન અને યુકેમાં પણ ક્યુટોન સિરામીક દ્વારા ઓફિસો રાખવામાં આવી હોવાનું અને વર્ષે દહાડે રૂ.700થી 800 કરોડનું ટર્નઓવર ધરાવતી ક્યુટોન સિરામીક ટાઇલ્સમાં દરોડામાં અનેક ગેરરીતિઓ મળી આવી છે. કરોડો રૂપિયાના હિસાબો મળતા નથી એટલે કે ચોપડે નહિ બતાવેલી એન્ટ્રીઓ પણ મળી આવી છે. રોકડ રકમ અને ઝવેરાત પકડાયું છે. જો કે, વેલ્યુએશન ચાલુ હોવાથી વધુ વિગતો બહાર આવી નથી.

 

- text