મોરબી જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનો માટે નવી સિરીઝ ઓપન : ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી મંગાવાઈ

- text


અરજદારે વેબસાઈટ પર તા.૧૫ થી ૨૦ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૧૫/૦૮/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૧૫/૦૮/૨૦૨૨ થી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા.૨૦/૦૮/૨૦૨૨ થી તા.૨૨/૦૮/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૨૨/૦૮/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

- text

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text