વાંકાનેરના જોધપર નજીક રસ્તો ઓળંગી રહેલ યુવાનનું કાર હડફેટે મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર જોધપર નજીક રસ્તો ઓળંગી રહેલા યુવાનને મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર મોરબી હાઇવે ઉપર જોધપર નજીક રસ્તો ઓળંગી રહેલા મુસ્તાક મહમુદખાન નામના યુવાનને મારૂતી સુઝીકી ઝેન કાર નંબર GJ-03-BA-4820ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માતની આ ઘટના અંગે સદ્દામ હસનખાન, રહે.રહમાન કી ઢાણી,નીબાહેરી ગામ તા.તીજારા થાના-ટપુકલા જી.અલવર રાજ્ય-રાજસ્થાન વાળાની ફરિયાદને આધારે પોલીસેમારૂતી સુઝીકી ઝેન કાર નંબર GJ – 03 – BA – 4820ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text