ટંકારાના રોહિશાળા ગામે તસ્કરો ત્રાટકયા

- text


સહકારી મંડળીના બે કોમ્પ્યુટર, પંચરની દુકાનમાંથી પાના પકડ અને દૂધ મંડળીમાં ફોગટ ફેરો

ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે તસ્કરો ત્રાટકયા હતા અને જુદી જુદી ત્રણ જગ્યાને નિશાન બનાવી કોમ્પ્યુટર અને પાના પક્કડની ચોરી કરી નાસી ગયા હતા. જો કે તસ્કરો સીસીટીવી માં કેદ થઈ ગયા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના રોહિશાળા ગામે ગત તા.29ની મોડીરાત્રે ત્રાટકેલા બે તસ્કરોએ સેવા સહકારી મંડળીને નિશાન બનાવી બે કોમ્પ્યુટરની ચોરી કરી હોવા અંગે મંડળીના ચેરમેન દેવશીભાઇ કાનજીભાઇ સવસાણીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં રોહિશાળા ગામે ત્રાટકેલા આદિવાસી જેવા લાગતા આ બન્ને તસ્કરોએ પંચરની દુકાનને પણ નિશાન બનાવી હતી અને પાના પક્કડ ચોરી ગયા હતા ઉપરાંત દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કઈ હાથ લાગ્યું ન હતું. તસ્કરોની તમામ હરક્ત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

- text

રોહિશાળા ગામમાં ચોરીની ઘટના મામલે ટંકારા પોલીસે બે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text