મોરબી જુના બસસ્ટેન્ડ નજીક જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ગાંધીચોકમાંથી વરલી ભક્તને ઝડપી લેતી પોલીસ

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓને ઝડપી લેવાની સાથે ગાંધીચોક નજીકથી એક વરલી ભક્તને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાનમાથી ઈમરાનભાઈ ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર, રહે. મોરબી મચ્છીપીઠ જુના બસ સ્ટેન્ડ ઈદ મસ્જીદ રોડ, માજીદભાઈ બસીરભાઈ ભટ્ટી, રહે. મોરબી ઈદ મસ્જીદ રોડ જુના બસ સ્ટેન્ડ, રફીકભાઈ હનીફભાઈ મોવર, રહે. મોરબી મચ્છીપીઠ જુના બસ સ્ટેન્ડ અને ફારૂકભાઈ ઈસ્માઈલભાઈ સેડાત, રહે. ઘાંચી શેરી નં.૫ મોરબી વાળાને પોલીસે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

બીજી કાર્યવાહીમાં પોલીસે ગાંધી ચોક મેલડીમાતાના મંદિર પાસેથી ગુલશા મહેબુબશા કાજી, રહે. કાલીકા પ્લોટ હુસેની ચોક દુધવાળાના મકાનમાં ભાડે મોરબી વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 580 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text