ચરાડવામાં પાના ટીંચતા સાત જુગારી પકડાયા

- text


હળવદ પોલીસની કાર્યવાહી, રોકડા રૂપિયા 13,330 કબ્જે

હળવદ : હળવદ પોલીસે જુગારીઓ ઉપર ધોંસ બોલાવવાનું ચાલુ રાખી ગઈકાલે તાલુકાના ચરાડવા ગામે જુગારના દરોડા પાડયા હતા જેમાં જાહેરમાં જુગાર રમી રહેલા સાત જુગારીઓને પાના ટીચતાં રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 13,330 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

હળવદ પોલીસને મળેલી બાતમીને આધારે ગઈકાલે ચરાડવા ગામે ખરેડાવાળાના રસ્તે દરોડો પાડવામાં આવતા જાહેરમાં જુગાર રમી રહેલા ધનજીભાઇ મુળજીભાઇ સોલંકી, રહે. આંબેડકરનગર ચરાડવા તા.હળવદ, જયંતીભાઇ લવજીભાઇ મકવાણા, રહે રહે. આંબેડકરનગર ચરાડવા તા.હળવદ જી.મોરબી, સંજયભાઇ જગજીવનભાઇ માકસણા, રહે. ચરાડવાગામ તા.હળવદ જી.મોરબી,કિશોરભાઇ કુકાભાઇ ઉઘરેજીયા, રહે. ચરાડવા, તા.હળવદ જી.મોરબી, રોહીતભાઇ ગોવીંદભાઇ રાજપરીયા, રહે, ચરાડવા, તા.હળવદ જી.મોરબી, રાજુભાઇ ખોડાભાઇ સોલંકી, રહે. ચરાડવા તા.હળવદ જી.મોરબી અને આસીકભાઇ અનવરભાઇ ભટ્ટી, રહે. ચરાડવા નામના શખ્સો તીનપતીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 13,300 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text