ઉમિયા સર્કલે રાષ્ટ્રધ્વજ લહેરાવાના નિર્ણયને આવકારતું યંગ ઇન્ડિયા ગ્રુપ

- text


દેશ પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપની લાંબા સમયની માંગ સંતોષતા પાલિકા તંત્રનો આભાર માન્યો

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આગામી 15 ઓગસ્ટને લઈને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ઉમિયા સર્કલે 108 ફૂટ ઊંચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. નગરપાલિકાના આ રીતે રાષ્ટ્પ્રેમ વ્યક્ત કરવાના નિર્ણયને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે વધાવી લીધો છે. દેશ પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપની લાંબા સમયની માંગ સાકાર પાલિક તંત્રનો આભાર માન્યો છે.

- text

મોરબીમાં હર ઘર તીરંગા યોજના હેઠળ દરેક લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન જાહેર ચોક ઉમિયા સર્કલ પાસે 108 ફૂટ ઉંચા પોલ ઉપર 30 બાય 30 નો રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવશે.15 ઓગસ્ટ પહેલા અથવા 15 ઓગસ્ટના દિવસે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલે રાષ્ટ્રધ્વજ લગાવવાના અને આ રાષ્ટ્રધ્વજ અહીં કાયમી રહેશે તેવા નિર્ણયને સમગ્ર યંગ ઇન્ડિયા ગ્રુપ આવકારે છે. યંગ ઇન્ડિયા ગ્રુપની વર્ષોથી કોઈ એવી જાહેર જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવાની માંગ હતી. જે માંગ સાકાર થતા ચીફ ઓફિસર સહિત નગરપાલિકાની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

- text