રેલ્વે તંત્રના રોજના ફતવાથી રેલયાત્રી પરેશાન : હવે 30 જુલાઇની સોમનાથ-અમદાવાદ અને અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી ટ્રેન રદ

- text


મોરબી : હમણાંથી રેલ્વે તંત્ર દ્વારા રોજ નવા ફતવા બહાર પાડી કામના બહાને ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક ટ્રેન રદ કરવાની રેલ્વે વિભાગે જાહેરાત કરી છે. જેમાં રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ માટે 30 જુલાઇની સોમનાથ-અમદાવાદ અને અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી રદ કરવામાં આવેલ છે. મુસાફરો ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ પરથી જાણી શકશે.

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ માટે 30 જુલાઈ, 2022ના રોજ 10 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો આપવામાં આવેલ છે.જેમાં

- text

• ટ્રેન નં. 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી 30.07.2022ના રોજ રદ રહેશે.

• ટ્રેન નં. 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી 30.07.2022 ના રોજ રદ રહેશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

• ટ્રેન નં. 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 30.07.2022 ના રોજ વેરાવળ થી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે.

રેલવે તંત્ર મુસાફરોને અપીલ કરે છે કે તેઓ ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે  http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- text