હળવદના નવા ઘાટીલા ગામે જુગારની મોજ માણતા છ ઝડપાયા

- text


હળવદ : હળવદ તાલુકાના નવા ઘાંટીલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મોજ માણી રહેલા છ જુગારીઓને રોકડા રૂપિયા 12,300 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જુગારની બદીને અટકાવવા સુચના આપતા મદદનનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ અને તેમની ટીમે નવા ઘાંટીલા ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં દરોડો પાડી મુસાભાઇ નુરમહમદભાઇ પારડી, રહે.નવા ઘાંટીલા તા.હળવદ, વાસુદેવ મણીલાલ એરવાડીયા, રહે. જુનું ટીકર તા.હળવદ, બાલજીભાઇ મોહનભાઇ જગોદરા, રહે. માનગઢ તા.હળવદ, રમેશભાઇ મગનભાઇ સીંધવ, રહે. જુનુ ટીકર તા.હળવદ, દેસરભાઇ ગાંડુભાઇ પરમાર,રહે. જુનું ટીકર તા.હળવદ અને શૈલેષભાઇ લાભુભાઇ આડેસરા, રહે. જુનું ટીકર તા.હળવદ વાળા રોકડા રૂપિયા 12,300 સાથે ઝડપાઇ ગયા હતા

- text

આ સફળ કામગીરી હળવદ પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ તથા , પો.કોન્સ. બિપીનભાઇ પરમાર તથા પો.કોન્સ કમલેશભાઇ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.

- text