મોરબીમાં સંરક્ષણદળમાં જોડાવા માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન

- text


ધો-૧૦ પાસની લાયકાત ધરાવતા અને ૧૭ વર્ષ ૬ માસથી ૨૨ ઉંમર ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે : નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે તા.૧૨ ઓગસ્ટ સુધી અરજી કરવાની રહેશે

મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો-આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો-વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો ભરતી રેલીમાં સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી ઓગસ્ટ-સપ્ટે ૨૦૨૨ માસમાં મોરબી ખાતે કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પૂર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા આપવામાં આવશે. તેમજ તાલીમ લેવા બદલ ઉમેદવારોને નિયમોનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

- text

આ તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી ધો-૧૦ પાસની લાયકાત ધરાવતા અને ૧૭ વર્ષ ૬ માસથી ૨૨ ઉંમર ધરાવતા ઉમેદવારો (અપંગો અને બહેનો સિવાય) પ્રવેશ મેળવી શકશે. તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુક લાયક ધરાવતા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, બેન્ક એકાઉન્ટની વિગત, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૨૧૫, સો-ઓરડી વિસ્તાર, મોરબી ખાતે તા.૧૨/૦૮/૨૦૨૨ સુધીમાં રૂબરૂ ઉપસ્થિત રહી અરજી કરવા જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

- text