વાંકાનેરમાં કારની અંદર 60 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

- text


 

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે 60 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર પોલીસને બાતમી મળી હતી કે, વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીમાં કાર નંબર જીજે-01-કેજી-3282માં ઇંગલિશ દારૂ ભરેલો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગલિશ દારૂની બોટલ નંગ 60 જેની કિંમત ₹22,500 સાથે લક્ષ્મણદેવસિંહ ઉર્ફે લખુભા સુખદેવસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે શખ્સની પાસેથી દારૂ અને કાર સહિતના મુદ્દામાલને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text