ભાખરી, શાક ખાઈને કંટાળી ગયા છો?, તો ઘરે આજે જ બનાવો ભાખરી પિઝા

- text


પિઝાની અવનવી વાનગીઓ આપણે બહાર જમતાં હોઈએ છીએ. ઘણાં લોકો ઘરે પિઝા બેઝ લઈને પિઝા બનાવતાં હોય છે. પરંતુ જો બહારના પિઝા બેઝ વિના જ તમારે પિઝાની મજા માણવી હોય તો અમે તમારા માટે એક મજાની વાનગી લઈને આવ્યા છીએ. આ રેસિપીનું નામ છે ભાખરી પિઝા. દરેકના ઘરે ભાખરી તો દરરોજ બનતી જ હોય છે. અને લોકો રોજે રોજ ભાખરી શાક ખાઈને પણ કંટાળી જતા હોય છે ત્યારે આ ભાખરીને પિઝાની જેમ બનાવીને ખાવાની કંઈક મજા જ અલગ છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવીશું ભાખરી પિઝા


સામગ્રીઃ

બે કપ ઘઉંનો લોટ, એક કપ ઘઉંનો કકરો લોટ, તેલ અથવા ઘીનું મોણ, પાણી જરૂર મુજબ, મીઠું, કેપ્સિકમ, ડુંગળી, પનીર, ચીઝ, ટામેટા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, જો તમે ઇચ્છો તો આમાં બાફેલી મકાઇના દાણા પણ નાંખી શકો છો..

- text


બનાવવાની રીતઃ

ભાખરી પીઝા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઉપરના જણાવ્યા માપ મુજબ ઘઉંનો લોટ અને કકરો લોટ લો.ત્યારબાદ આ લોટમાં મીઠું નાંખો.પછી આ લોટમાં મોણ તરીકે તમે ઘી અથવા તેલ નાંખો.ધીમે-ધીમે આ લોટમાં પાણી નાંખતા જાવો અને લોટ બાંધતા જાવો. લોટ બાંધતા સમયે ખાસ ધ્યાન એ રાખો કે લોટ કઠણ બાંધવાનો છે. જો તમે કડક લોટ નહિં બાંધો તો ભાખરી પિઝા બરાબર બનશે નહિં.હવે ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, પનીર, મકાઇના દાણા એક બાઉલમાં લઇ લો અને એમાં ચાટ મસાલો નાંખો.10 મિનિટ રહીને લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવો અને એમાંથી ભાખરી વણો.પછી તવી ગરમ કરવા મુકો અને ભાખરી શેકો. આ ભાખરીને તમારે ધીમા ગેસે કડક કરવાની રહેશે.ભાખરી કડક થઇ જાય એટલે એની ઉપર સોસ લગાવો અને પછી બાઉલમાંથી એક ચમચી ડુંગળી, કેપ્સિકમમાંથી જે મસાલો રેડી કર્યો એ ઉપર પાથરો.ત્યારબાદ આ મસાલાને 2 મિનિટ માટે થવા દો અને પછી ઉપરથી ચીઝ નાંખો.તો તૈયાર છે ભાખરી પીઝા.આ ભાખરી પીઝાને હવે એક પ્લેટમાં લઇ લો અને ઉપરથી થોડુ ચીઝ નાંખો અને સોસ સ્પ્રેડ કરો.પછી આ પીઝા પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાંખો.તો તૈયાર છે ભાખરી પીઝા.


- text