વાંકાનેરમાં કારમાંથી 120 બોટલ દારૂ ઝડપાયો, કારચાલક ફરાર

- text


 

વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે આજરોજ વાંકાનેરના હશનપર રેલવે ફાટક પાસેથી કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો છે.

- text

મળતી વિગતો પ્રમાણે વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે થાન તરફથી એક કાર (જેનો નંબર જીજે-03-એફકે-0911) ઇંગ્લિશ દારૂ ભરીને આવી રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસે વોચ ગોઠવીને હશનપર રેલવે ફાટક પાસે આ કારને તપાસતા કારમાંથી 120 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ (જેની કિંમત ૪૫ હજાર થવા પામે છે) ઝડપાઈ હતી. જ્યારે કારચાલક હશનપર રેલવે ફાટક પાસે કારને મૂકીને ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text