ધનાળા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર હળવદ પોલીસ ત્રાટકી

- text


ત્રણ ઝડપાયા ત્રણ નાસી છૂટ્યા : 87 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામે મકાનમાં ચાલતા જુગાર ધામ પર હળવદ પોલીસે દરોડો કર્યો છે પોલીસની આ કાર્યવાહીમાં ત્રણ જુગારીઓ પોલીસની ઝડપે ચડી ગયા છે જ્યારે ત્રણ નાસી છૂટ્યા હતા પોલીસ દ્વારા 82,400ની રોકડ,બે મોબાઈલ મળી કુલ રૂપિયા 87,400 ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો મુજબ શ્રવણ માસ નજીક આવતાની સાથે જ જુગારીઓ પટમાં આવ્યા હોય તેમ દરોજ પોલીસની હાથે ઝડપાઈ રહ્યા છે અત્યારે આજે હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા કૃષ્ણસિંહ ઝાલા પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર ધામ ચલાવતા હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી.

- text

જેથી પોલીસ દ્વારા રેડ કરતા આરોપી કૃષ્ણસિંહ જયન્દ્રસિંહ ઝાલા રહે ધનાળા, રૂપેશભાઈ લખમણભાઇ પટેલ રહે મોરબી અને ચંદુલાલ નરસીભાઇ સંઘાણી રહે ધનાળાને જુગારના પટમાંથી ઝડપી લીધા હતા જ્યારે ભરતભાઈ ભગવાનભાઈ અઘારા રહે જેતપર,મુકેશભાઈ પટેલ રહે સુરવદર અને નિલેશભાઈ દરજી રહે જુનાઘાટીલા નાસી છૂટવામાં સફળ થયા હતા.

પોલીસે જુગારના પટમાંથી 82,400 ની રોકડ,બે મોબાઈલ મળી કુલ રૂપિયા 87, 400ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીઓને હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી રેડ દરમિયાન ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી પટેલ, પીએસઆઇ આર.બી ટાપરિયા, કિશોરભાઈ સોલગામા,દેવેન્દ્રસિંહ ઝાલા,કિરીટભાઈ જાદવ, તેજપાલસિંહ ઝાલા,ગંભીરસિંહ ચૌહાણ,બીપીનભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર સહિતનાઓ રોકાયા હતા

- text