મોરબી બસસ્ટેન્ડ સામે ફ્લેટમાં જુગાર રમતા ત્રિપુટી ઝડપાઇ

- text


મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ સામે આવેલ સોસાયટીના ફ્લેટમાં માણસો ભેગા કરી જુગાર રમાડાતો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલ ત્રિપુટીને રોકડા રૂપિયા 60,600 સાથે ઝડપી લીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નવાબસસ્ટેન્ડ સામે આવેલ સ્વસ્તિક સોસાયટીમાં વિશ્વાસ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા શંકરભાઇ દેવશીભાઇ જશાપરા, રહે. સ્વસ્તિક સોસાયટી વિશ્વાસ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૩ મુળરહે.જુનાદેવળીયા તા.હળવદ, બેચરભાઇ માવજીભાઇ અઘારા, રહે.મોરબી કેનાલરોડ ભકિતનિકેતન સોસાયટી રાધે એપાર્ટમેન્ટ મુળ રહે.જેતપર અને સહદેવસિંહ ચંદુભા જાડેજા, રહે.પડધરી રેલ્વેફાટકની બાજુમાં જી.રાજકોટ વાળા તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 60,600 કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text