હળવદના કેદારીયા ગામે કાયદો હાથમાં લેનાર સરપંચ સહિતની ટોળી સામે ફરિયાદ

- text


ગામમાં મોટર સાયકલ કેમ ઝડપથી ચલાવશ કહી મહિલા સહિતના સભ્યો ઉપર તૂટી પડતા છ લોકો ઘાયલ થયા હતા

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામના સરપંચ અને તેના મળતીયાઓએ કાયદો હાથમાં લઈ વિનાકારણે યુવાન અને તેના પરિવારના મહિલા સભ્યોને લાકડી અને ધારીયા સહિતના હથિયારો વડે ઇજા પહોંચાડવા મામલે અંતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા કાન્તીભાઈ અમરાભાઈ પોરડીયા પોતાના પત્ની અને પુત્રવધુ સાથે વાડીએ જતા હતા ત્યારે ગામના ચોકમાં સરપંચ વિષ્ણુભાઈ જાદુભાઈ કોળીએ રોકી તું કેમ મોટર સાયકલ ઝડપથી ચલાવશ કહી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને બાદમાં તેના મળતીયા અને પરિવારના સભ્ય એવા આરોપી જાદુભાઈ ભીખાભાઈ કોળી, જયંતીભાઈ જાદુભાઈ કોળી, કિશનભાઈ જાદુભાઈ કોળી, મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ કોળી અને જાદુભાઈ વિઠ્ઠલભાઈ કોળી સહિતના શખ્સો ફરિયાદી કાંતિભાઈ તેમજ તેમના પરિવારના છ સભ્યો ઉપર ધારીયા સહિતના હથિયાર લઈ તૂટી પડ્યા હતા.

- text

ગામના સરપંચના હુમલામાં ઘાયલ થયેલા તમામ છ લોકોને પ્રથમ હળવદ અને બાદમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર બનાવ મામલે હળવદ પોલીસે ઇજાગ્રસ્ત બનેલા કાન્તિભાઈની ફરિયાદને આધારે કેદારીયા ગામના સરપંચ અને તેની ટોળકી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૨૪,૩૨૫,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text