નવલખી બંદરે વે બ્રિજ કર્મચારીને ફોડી લઈ કોલસા ચોરીનું કૌભાંડ

- text


જયદીપ એસોસીએટ કંપનીમાંથી કોલસો ચોરાતા ચાર વિરુદ્ધ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

મોરબી : માળીયાના નવલખી બંદરે ઉતરતા વિદેશી કોલસા ચોરવાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. ખાનગી કંપનીના વે બ્રિજ ઓપરેટરને ફોડી લઈ રૂપિયા સાડાત્રણ લાખથી વધુ કિંમતનો કોલસો ચોરાઈ જતા ચાર વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

માળીયા મીયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ નવલખી બંદરે આવેલી જયદીપ એસોસીએટ કંપનીના સુપરવાઇઝર સંજયભાઇ કરમશીભાઇ ખીંટ દ્વારા ખોટું ટોકન દર્શાવી ટ્રકમાં 41.6 ટન કોલસો ચોરવા મામલે આરોપી ટ્રક ડ્રાઇવર હરેશભાઇ ભરતભાઇ કોળી રહે.મોટા દહીસરા હાલ રહે.મોરબી, વે બ્રિજ ઓપરેટર ચીરાગભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા, તેનો ભાઈ જીતેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ખીમાણીયા રહે.વવાણીયા તેમજ ટ્રક માલિક કાનાભાઇ ગોવીંદભાઇ આહીર રહે-મોટા દહીસરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રૂપિયા 3.23 લાખનું નુકશાન પહોંચાડવા સબબ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં જયદીપ એસોસીએટ કંપનીના વે બ્રિજ ઓપરેટર ચિરાગે તેના ભાઈ સાથે મિલાપીપણુ કરી રાત્રીના સમયે અન્ય ટ્રકનું ટોકન મેળવી 41.6 ટન કોલસો ભરી વાસુકી કોલ ડેપોમાં કોલસો વેચી માર્યો હોવાનું ફરિયાદમાં જણાવતા આ મામલે માળીયા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૬૫,૪૭૧,૪૨૦,૧૨૦બી,૩૪ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

- text