વાપીના વેપારીએ ટંકારાના ધંધાર્થીને રેજીન મટીરીયલ આપવાને બદલે રૂપિયા 17 લાખનું બુચ માર્યું

- text


રેકજીન ફેકટરીના ભાગીદારને ઓનલાઇન ભરોસો મોંઘો પડ્યો

ટંકારા : ટંકારા નજીક આવેલ રેકજીન ફેકટરીના ભાગીદારે ઓનલાઇન ગુગલ સર્ચ કરી મંગાવેલ રેજીન મટીરીયલ પેટે રૂપિયા 17 લાખ એડવાન્સ ચૂકવી દિધા બાદ વાપીના વેપારીએ બુચ મારી દેતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા અમરાપર રોડ ઉપર ભાગીદારીમાં રેકજીનની ફેકટરી ધરવતા ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજા, રહે- લક્ષ્મીનારાયણ સોસાયટી, ટંકારા વાળાએ ગૂગલ સર્ચ કરી આઇઓનેક્સ પ્લાસ્ટના માલિક બીશનકુમાર ભોલુભાઈ ચંદેર અને તેના સેલ્સ એકઝ્યુકીટિવ રાકેશકુમાર પાસેથી રૂપિયા 34 લાખનું રેજીન મટીરીયલ મંગાવ્યું હતું.

- text

વધુમાં રેજીન મટિરિયલના ઓર્ડર સમયે 50 ટકા પેમેન્ટ એડવાન્સ આપવા જણાવતા ફરિયાદી ધર્મેશભાઈ કુવરજીભાઈ સીરજાએ આઇઓનેક્સ પ્લાસ્ટના માલિક બીશનકુમાર ભોલુભાઈ ચંદેરને ઓનલાઇન રૂપિયા 17 લાખનું પેમેન્ટ પણ મોકલી આપ્યું હતું. આમ છતાં તેઓએ રેજીન મટીરીયલ રેડી જ છે મોકલું છું કહી લાંબો સમય સુધી મટીરીયલ ન મોકલી છેતડપિંડી આચરતા અંતે ગઈકાલે ધર્મેશભાઈ સિરજાએ વાપીની કંપનીના માલિક અને સેલ્સ એક્ઝિક્યુટિવ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text