વેગડવાવ રેલવે ફાટકથી વાહન ચાલકોને મુક્તિ મળશે ! બ્રિજ બનાવવા 46.50 કરોડ મંજૂર

- text


 

અનેક રાજકીય આગેવાનોની તેમજ લોકોની રજૂઆત રાજ્ય સરકારે સાંભળી

હળવદ : હળવદ શહેરમાં આવેલ વેગડવાવ રેલવે ફાટક થી અનેક ગ્રામ્ય વિસ્તાર આવતા હોય છે પરંતુ અહીં રેલ્વે ફાટક હોવાના કારણે અવારનવાર ફાટક બંધ રહેતી હોવાથી લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો જેથી હળવદના રાજકીય આગેવાનો તેમજ જાગૃત લોકો દ્વારા અનેકવાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને લેખિત રજૂઆતો કરી ઓવરબ્રિજ બનાવવા માંગ કરી હતી જે માંગણી ને ધ્યાને લઈ રાજ્ય સરકારે રૂપિયા 46.50 કરોડની ઓવર બ્રિજ બનાવવા ફાળવણી કરી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે અહીં રેલ્વે ઓવરબ્રિજ બનાવવા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા,પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઈ કવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા,યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરને તેમજ રેલવે મંત્રીને સાથે જ રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે બે દિવસ પહેલા મુખ્યમંત્રી દ્વારા રાજ્યની કેટલીક નગરપાલિકાઓમાં આવતા રેલવે ફાટકના ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં હળવદમાં આવેલ વેગડવાવ રેલવે ફાટક એ પણ ઓવરબ્રિજ બનાવવા 46.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે જોકે વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે વેગડવા ફાટકે બ્રિજ બનાવવો મુશ્કેલ હોય જેથી તેના બદલે ભવાની નગર ફાટે ઓવરબ્રિજ બનાવવાનું પણ વિચારવામાં આવી રહ્યું છે.

- text