માટેલ ગામે સરકારી ખરાબામાં દબાણ કરનાર છ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


વાંકાનેર મામલતદાર દ્વારા માટેલ ગામના સરપંચની અરજીને પગલે ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરનાર છ ઈસમો સામે પગલાં ભરવા માટેલ સરપંચ દ્વારા લેન્ડગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરાયા બાદ વાંકાનેર મામલતદાર દ્વારા સરકારી જમીન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના સર્વે નંબર-279 ની સરકારી ખરાબાની 900 ચો.મી. જમીન આરોપી સવાભાઇ રામભાઇ ચાવડા, ખીમાભાઇ સવાભાઇ ચાવડા, રાજુભાઇ સવાભાઇ ચાવડા, મોહનભાઇ સવાભાઇ ચાવડા, અરવીંદભાઇ સવાભાઇ ચાવડા અને દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા રે.બધા માટેલ વાળાઓએ પચાવી પડવાના ઇરાદે કબ્જો કર્યો હોય માટેલ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરવામાં આવી હતી.

- text

દરમિયાન લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ અરજી માન્ય રાખવામાં આવતા વાંકાનેર મામલતદાર ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણીએ આરોપી સવાભાઇ રામભાઇ ચાવડા, ખીમાભાઇ સવાભાઇ ચાવડા, રાજુભાઇ સવાભાઇ ચાવડા, મોહનભાઇ સવાભાઇ ચાવડા, અરવીંદભાઇ સવાભાઇ ચાવડા અને દીનેશભાઇ ખીમાભાઇ ચાવડા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૩) તથા ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text