બોલો.. મોરબી-જીકીયારી રૂટની એસટી બસમાં અમુક સીટો જ ગાયબ !

- text


લાંબા સમયથી એસટી બસમાં મોટાભાગની સીટ જ ઉખડી ગઈ હોવાથી મુસાફરોને ઉભા ઉભા જ કરવી પડતી જોખમી મુસાફરી

મોરબી : એસટી તંત્રનું રૂપાળું સ્લોગન છે કે એસટી અમારી સલામતી તમારી, પણ એસટી બસોની ખખડધજ હાલત જોઈએ તો એસટીની રહી સહી આબરૂનું ધોવાણ થઈ ગયું છે. જેમાં મોરબીના જીકીયારી રૂટની ગ્રામ્ય એસટી બસમાં મોટાભાગની સીટો જ નથી. મુસાફરોને ઊભા ઊભા જ સવારી કરવી પડે છે.

મોરબીમાં એસટી તંત્રની અતિ ગંભીર કહી શકાય તેવી અક્ષમ્ય બેદરકારી બહાર આવી છે. જેમાં મોરબીના જીકીયારી રૂટની ગ્રામ્ય એસટી બસ એટલી હદે ખખડધજ છે કે ગમે ત્યારે ગંભીર અકસ્માત થાય તેમ છે. છતાં એસટી તંત્ર સલામતીના ગુણગાન ગાવામાંથી ઊંચું આવતું નથી. આટલી બેદરકારી ઓછી હોય એમ આ એસટી બસમાં મુસાફરોને બેસવા માટે અમુક સીટો જ ગાયબ છે. વચ્ચેથી સીટો નીકળી ગઈ છે. જે અમુક સીટો બચી છે. તેમાં પણ બેસી શકાય એવું નથી. એટલે મોટાભાગના મુસાફરોને પોતાના જોખમે ઉભા ઉભા જ મુસાફરી કરી પડે છે.

નવાઈ કે ગંભીર કહી શકાય તેવી આ બાબત એ છે કે આ એસટીની ગંભીર હાલત વિશે ખુદ એસટીના અધિકારી અજાણ હતા. તેમને આ વિશે વાત કરતા પ્રથમ તો આવી બસ મોરબી ડેપોની હોઈ જ ન શકે તેમ કહ્યું હતુ. બાદમાં જ્યારે આ એસટીના ફોટા મોકલ્યા તો તેમણે આ બસ બંધ કરી દેવામાં આવશે અને ફરીથી કોઈપણ રૂટ ઉપર આ બસ મોકલાશે નહિ તેવું જણાવ્યું હતું.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોના કહેવા મુજબ આ બસ લાંબા સમયથી આ જ હાલતમાં ચાલી રહી છે. આ બસની હાલતની કંડકટર અને ડ્રાઇવરને ખ્યાલ જ હતો. શુ તેમણે ઉપરી અધિકારીને જાણ કરી ન હતી ? આ એસટી બસ ધોવા માટે કે મેઈન્ટશન માટે એસટી વર્કશોપમાં જતી જ હોય છે. શુ અધિકારી ક્યારેય બસનું નિરીક્ષણ કરતા જ નહીં હોય ? એ બાબતથી તંત્ર અજાણ હોય એ વાત ગળે ઉતરતી નથી.

- text