મોરબીમાં લોકાર્પણના વાંકે ધૂળ ખાતી નવી નકોર આરટીઓ કચેરી

- text


મોરબીમાં લોકાર્પણના વાંકે ધૂળ ખાતી નવી નકોર આરટીઓ કચેરી

બબ્બે વખતે લોકપર્ણનું નક્કી થઈ ગયું, પણ ફુરસદ જ ન મળી!

મોરબી : સામાન્ય રીતે નવી સરકારી કચેરી બને એટલે તેનું ઉદઘાટન કોઈ નેતાના હસ્તે જ થતું હોય છે. પરંતુ મોરબીની નવી બનેલી આરટીઓ કચેરીના ઉદઘાટન માટે નેતાનો સમય ન મળતાં નવી આરટીઓ કચેરી ધૂળ ખાઈ રહી છે.

મોરબીના જાબુડિયા ગામ પાસે નવી આરટીઓ કચેરી બનાવવામાં આવી છે. અંદાજીત 11 કરોડના ખર્ચે 2020માં જ કચેરી લગભગ તૈયાર થઈ ગઈ હતી. પણ ફર્નિચરના વાંકે એક વર્ષ કાઢી નાખ્યું હતું અને હવે ફર્નીચર સહિત તમામ રીતે નવી આરટીઓ કચેરી કાર્યરત થવા માટે એક્દમ રેડી છે . પણ એના લોકપર્ણ માટે વાહન વ્યવહાર મંત્રીનો ટાઈમ જ મળતો ન હોવાથી આ નવી કચેરી લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

જો કે આ નવી આરટીઓ કચેરી માટે બે વખત લોકાર્પણનું નક્કી કરી દેવામાં આવ્યું હતું. પણ જેમના શુભ હસ્તે લોકાર્પણ થવાનું હતું એ વાહન વ્યવહાર મંત્રીનો સમય ના મળતા લોકાર્પણ હજુ સુધી થયું જ નથી.

- text

શુ કહે છે આરટીઓ અધિકારી ?

આરટીઓ અધિકારી જે.કે.કા પટેલે જણાવ્યું હતું કે, કચેરી સંપૂર્ણ તૈયાર થઇ ગઈ છે બે વખત લોકાર્પણની તારીખ પાછી ઠેલાણી છે. હવે ફરી લોકાપર્ણની તારીખ માટે મંત્રી પાસે ટાઈમ મંગાયો છે.

- text