જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાયેલ પરીક્ષામાં નિર્મલ સ્કૂલનો વિદ્યાર્થી મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાને

- text


મોરબી : જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬ ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં મોરબીની નિર્મલ સ્કૂલનો વિદ્યાર્થી મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાને ઉતીર્ણ થયો છે.

મોરબી તાલુકાના ચાચાપર ગામના રહેવાસી ભાવેશભાઈ સુંદરજીભાઈ ફેફરના પુત્ર ફેફર શ્લોક ચાલુ વર્ષમાં જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાયેલી પરીક્ષામાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફેફર શ્લોક જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજવળ દેખાવ કરીને તેમના માતા-પિતા તથા ગામ અને નિર્મલ સ્કૂલનું ગૌરવ વધારેલું છે. તે બદલ શાળાના આચાર્ય તેમજ શાળાના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text