સુરેન્દ્રનગરના દારૂના ગુન્હાનો વોન્ટેડ અપરાધી મોરબીથી ઝડપાયો

- text


લોકલ ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને દબોચી લીધો

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા (માલવણ) પો.સ્ટે.ના પ્રોહીબીશન દારૂના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપીને મોરબી એલ.સી.ની પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો.

- text

મોરબી એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયા, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ.દશરથસિંહ પરમાર, તેજસભાઇ વિડજાને ખાનગી રાહે મળેલ સંયુકત હકિકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા (માલવણ) પો.સ્ટે.ના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સાજિદ ઉર્ફે સિરાજ કાદરભાઇ લધાણી (ઉ.વ.૨૧ રહે.મોરબી મહેન્દ્રપરા-૧૪ પંચાસર રોડ,હાલ રહે. વીસીપરા કેશવાનંદબાપુના મંદિર પાસે, ભાડથી તા.જી.મોરબી)ને આજે મોરબી વીસીપરા પાસેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે.

- text