ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત હટાવવાના નિર્ણયનો હળવદ કોંગ્રેસ દ્વારા વિરોધ

- text


હળવદ મામલતદારને જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા આવેદન અપાયુ 

હળવદ : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની 10 ટકા અનામત હટાવવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવા માટે હળવદ મામલતદારને જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીરની આગેવાનીમાં આજે હળવદ મામલતદારને. આવેદનપત્ર પાઠવી કોંગ્રેસ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામત હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ તકે હળવદ તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમાર, પ્રદેશના આગેવાન લખમણભાઇ કણઝારિયા તેમજ  મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ જારીયા,નારણભાઈ સોનગરા, ઘનશ્યામભાઈ બાબરીયા, ગોપાલભાઈ દોરાલા,બનેસંગભાઈ સોલંકી,જગદીશભાઈ સોલંકી, બાબભાઈ બાબરીયા,જીગ્નેશભાઈ પીપરીયા,ઓધવજીભાઈ ઠાકોર, મેહુલભાઈ મજેઠીયા સહિતના ઓબીસીના આગેવાનો હાજર રહ્યા હતા.

- text

વધુમાં આવેદનપત્રમાં જણાવાયું હતું ક આગામી પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય લેવાયો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે માટે અગાઉ મુજબ જ અનામત વ્યવસ્થા ગોઠવવા માંગ કરવામાં આવી હતી.

- text