વરસાદ અપડેટ : સવારના છથી સાંજના છ સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત

- text


 

માળિયામાં 29 મિમી, હળવદ અને ટંકારામાં 19મિમી તેમજ વાંકાનેરમાં 13 મિમી અને મોરબીમાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાએ ધીમીધારે મેઘકૃપા વરસાવી હતી. જો કે આજે મેઘરાજાએ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદમાં પછાત રહેલા માળીયા ઉપર સૌથી વધુ વ્હાલ વરસાવ્યું હતું અને માળિયામાં આજે દિવસ દરમિયાન સવા ઈંચ જેવો વરસાદ પડ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા છે. જો કે આકાશમાં ત્રણ દિવસથી છવાયેલા મેઘાડંબર વચ્ચે આજે ત્રીજા દિવસે પણ છૂટી છવાઈ મેઘસવારી આવી પહોંચી હતી. મોરબીમાં આજે દિવસ દરમિયાન એકદમ ધીમીધારે એટલે ઝરમર ઝરઝર રૂપે મેઘવર્ષા થઈ હતી. જિલ્લામાં આજે સૌથી વધુ માળીયામાં વરસાદ પડ્યો હતો. જો કે, ટંકારા અને હળવદ, વકાનેરમાં પણ ધીમીધારે દિવસ દરમિયાન વરસાદ સારો પડ્યો હતો. ખાસ કરીને ધરતી માટે કાચું સોનુ ગણાતા ધીમીધારે વરસાદથી ખેડૂતો રાજી થયા હતા. જ્યારે જિલ્લા કંટ્રોલ રૂમમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ માળીયા પંથકમાં 29 મિમી એટલે સવા ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે ટંકારા અને હળવદમાં 19-19 મિમી વરસાદ પડ્યો હતો. વાંકાનેરમાં પણ 13 મિમી અને સૌથી ઓછો મોરબીમાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો હતો.

 

- text