MCX : સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાર્વત્રિક વૃદ્ધિઃ બુલડેક્સ વાયદો 45 પોઈન્ટ વધ્યો

- text


 

કોટન, મેન્થા તેલમાં ચાલુ રહેલો સુધારાનો પવનઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10122 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6428 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.31 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,85,965 સોદાઓમાં કુલ રૂ.16,580.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10121.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6427.89 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 70,961 સોદાઓમાં કુલ રૂ.4,467.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,661ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,830 અને નીચામાં રૂ.50,603ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.158 વધી રૂ.50,658ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.70 વધી રૂ.40,655 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,055ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,741ના ભાવે ખૂલી, રૂ.126 વધી રૂ.50,707ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,360 અને નીચામાં રૂ.56,850ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 468 વધી રૂ.57,194ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 416 વધી રૂ.57,626 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.424 વધી રૂ.57,638 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 21,575 સોદાઓમાં રૂ.3,280.38 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1.95 વધી રૂ.210 અને જસત જુલાઈ વાયદો રૂ.4.85 વધી રૂ.278ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.15.20 વધી રૂ.660.35 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.176ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,832 સોદાઓમાં કુલ રૂ.2,307.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,900 અને નીચામાં રૂ.7,751ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.105 વધી રૂ.7,871 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.40 વધી રૂ.445.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 696 સોદાઓમાં રૂ.65.72 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.41,780 અને નીચામાં રૂ.40,850ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.890 વધી રૂ.41,730ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.40 વધી રૂ.1025.10 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,311.01 કરોડનાં 4,556.137 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,156.67 કરોડનાં 376.190 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,289.78 કરોડનાં 16,50,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,018 કરોડનાં 22978750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.54.54 કરોડનાં 13275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.11.18 કરોડનાં 108.36 ટનનાં કામકાજ થયાં હતાં.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,642.742 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,044.343 ટન, ક્રૂડ તેલમાં 551700 બેરલ અને નેચરલ ગેસમાં 7950000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 47700 ગાંસડી, મેન્થા તેલમાં 584.64 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.30.79 કરોડનાં 437 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,090ના સ્તરે ખૂલી, 45 પોઈન્ટ વધી 14,094ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,427.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.343.69 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.59.17 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,296.97 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.727.69 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 159.80 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.246.60 ખૂલી, ઊપરમાં રૂ.272.90 અને નીચામાં રૂ.212.60 રહી, અંતે રૂ.46.30 વધી રૂ.261.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25 ખૂલી, ઊપરમાં રૂ.32.80 અને નીચામાં રૂ.25 રહી, અંતે રૂ.4.55 વધી રૂ.31.65 થયો હતો. સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.523 ખૂલી, ઊપરમાં રૂ.523 અને નીચામાં રૂ.462 રહી, અંતે રૂ.7 વધી રૂ.498.50 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,053 ખૂલી, ઊપરમાં રૂ.1,060.50 અને નીચામાં રૂ.917 રહી, અંતે રૂ.40.50 વધી રૂ.1,035.50 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.290 ખૂલી, ઊપરમાં રૂ.290 અને નીચામાં રૂ.227.50 રહી, અંતે રૂ.17 ઘટી રૂ.258.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.165.10 ખૂલી, ઊપરમાં રૂ.205.80 અને નીચામાં રૂ.158 રહી, અંતે રૂ.32.60 ઘટી રૂ.167.60 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ખૂલી, ઊપરમાં રૂ.15.85 અને નીચામાં રૂ.13.50 રહી, અંતે રૂ.1.15 ઘટી રૂ.13.95 થયો હતો. સોનું જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.397 ખૂલી, ઊપરમાં રૂ.435.50 અને નીચામાં રૂ.375 રહી, અંતે રૂ.57.50 ઘટી રૂ.412.50 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.354.50 ખૂલી, ઊપરમાં રૂ.446 અને નીચામાં રૂ.354.50 રહી, અંતે રૂ.4 ઘટી રૂ.407 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,220 ખૂલી, ઊપરમાં રૂ.1,275 અને નીચામાં રૂ.1,126 રહી, અંતે રૂ.289 ઘટી રૂ.1,170 થયો હતો.

- text