વરસાદ અપડેટ : અત્યાર સુધી કોરાધાકોડ રહેલા માળીયાને હેતથી ભીજવતાં મેઘરાજા

- text


બપોરે 2થી 4 દરમિયાન માળીયામાં 21 મિમી, હળવદમાં 12 મિમી, ટંકારામાં 8 મિમી અને મોરબી અને વાંકાનેરમાં માત્ર ધીમીધારે

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધીમીધારે અવિરતપણે હેત વરસાવી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ મેઘસવારી આવી પહોંચી હતી. સૌથી નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધી કોરાધાકોડ રહેલા માળીયાને હેતથી મેઘરાજા ભીંજવી રહ્યા છે. માળીયામાં બપોરે એકાદ ઈંચ જેવો વરસાદ થયો છે.

- text

મોરબી જિલ્લામાં આજે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. બે વાગ્યાની આસપાસઠી હજુ પણ મેઘરાજા ધીમીધારે કાચું સોનું વરસાવી રહ્યા છે.જો કે આજે માળીયા પંથક ઉપર મેઘરાજાએ ભારે વ્હાલ વરસાવ્યું છે. તેમજ ટંકારામાં પણ સારો વરસાદ પડી રહ્યો છે જ્યારે હળવદ મોરબી અને વાંકાનેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમમાં આજે બપોરે 2થી 4 દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા માળીયામાં 21 મિમી વરસાદ અને હજુ વરસાદ ચાલુ હોય માળિયામાં એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે. જ્યારે ટંકારામાં 8 મિમી, હળવદ 12 મિમી અને મોરબી અને વાંકાનેરમાં 2-2મિમી એટલે ધીમીધારે વરસાદ પડ્યો છે.

- text