વાંકાનેરના રૂગનાથજી મંદિરના ધ્વજાદંડનું આવતીકાલે આરોહણ

- text


વાંકાનેર : વાંકાનેરમાં આવેલા લાલજી માહારાજનું ગુરુસ્થાન, રૂગનાથજી મંદિર ખાતે આવતીકાલે તારીખ 8 જુલાઈના રોજ નુતન નિર્મિત ધ્વજાદંડનું આરોહણ કરવામાં આવનારા છે.

વાંકાનેર ખાતે રૂગનાથજી મંદિરના મહંત 1008 છબીરામદાસજી મહારાજ ગુરૂ નારાયણદાસજી મહારાજ (ભક્તિભૂષણ)ની પ્રેરણાથી રૂગનાથજી મંદિરની પ્રેરણારૂપ નુતન નિર્મિત ધ્વજાદંડનું આરોહણ આવતીકાલે શુક્રવારે તારીખ 8 જુલાઈના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આજે તારીખ 7 જુલાઈના રોજ ધ્વજાદંડ પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે તારીખ 8 જુલાઈના રોજ સવારે 9 કલાકે પ.પૂ છબીરામદાસજી મહારાજ તથા સંતો તથા સેવકગણના હસ્તે ધ્વજા દંડનું શિખર ઉપર સ્થાપન કરવામાં આવશે. આ પહેલા આવતીકાલે સવારે 7-30 કલાકે દેવતા પૂજન કરાશે. અને બપોરે 12 વાગ્યે બીડુ હોમવાની સાથે યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પધારનાર તમામ ભાવિક ભક્તો માટે બપોરે 11 કલાકે બ્રાહ્મણ ભોજનની શાળા, રામ ચોક, વાંકાનેર ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમાં સંતો-મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન આપશે.

- text

- text