MCX : ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.157 લપસ્યોઃ ભાવ રૂ.8,565 બોલાયો

- text


નેચરલ ગેસ પણ ઘટ્યુઃ કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિઃ સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 8451 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 6747 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ. 35 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,78,560 સોદાઓમાં કુલ રૂ.15,233.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8450.63 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6747.19 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 72,096 સોદાઓમાં કુલ રૂ.4,034.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,199ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,279 અને નીચામાં રૂ.52,095 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.16 વધી રૂ.52,138ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.41,574 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.5,181ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,766ના ભાવે ખૂલી, રૂ.546 વધી રૂ.52,354ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,000 અને નીચામાં રૂ.60,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 2200 વધી રૂ.60,000 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 29 ઘટી રૂ.58,839 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.30 ઘટી રૂ.58,835 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,261 સોદાઓમાં રૂ.2,051.60 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.3.30 ઘટી રૂ.208.55 અને જસત જુલાઈ વાયદો રૂ.4.30 ઘટી રૂ.277ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.6.15 ઘટી રૂ.668.70 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.174ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,873 સોદાઓમાં કુલ રૂ.2,303.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,699ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,748 અને નીચામાં રૂ.8,553 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.157 ઘટી રૂ.8,565 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.50 ઘટી રૂ.453.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 726 સોદાઓમાં રૂ.60.72 કરોડનાં કામકાજ થયા હતા. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,310ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.41,590 અને નીચામાં રૂ.40,310 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.530 વધી રૂ.41,410ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.70 વધી રૂ.1021.40 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,114.67 કરોડનાં 4,046.798 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,920.18 કરોડનાં 326.003 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,149.04 કરોડનાં 13,30,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,154 કરોડનાં 25342500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.40.81 કરોડનાં 9975 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.19.91 કરોડનાં 194.4 ટનના વેપાર થયા હતા.

- text

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,631.819 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 989.479 ટન, ક્રૂડ તેલમાં 624500 બેરલ અને નેચરલ ગેસમાં 7881250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 46100 ગાંસડી, મેન્થા તેલમાં 567.36 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.35.37 કરોડનાં 488 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,500ના સ્તરે ખૂલી, 8 પોઈન્ટ વધી 14,464ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,747.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.224.69 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.64.32 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,583.23 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.874.78 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 193.98 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જુલાઈ રૂ.9,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.233.50 ખૂલી, ઊપરમાં રૂ.250.70 અને નીચામાં રૂ.184 રહી, અંતે રૂ.50.60 ઘટી રૂ.187 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.10 ખૂલી, ઊપરમાં રૂ.20.90 અને નીચામાં રૂ.16.65 રહી, અંતે રૂ.1.80 ઘટી રૂ.18.25 થયો હતો. સોનું જુલાઈ રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.362 ખૂલી, ઊપરમાં રૂ.398.50 અને નીચામાં રૂ.349 રહી, અંતે રૂ.21.50 વધી રૂ.360.50 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.474 ખૂલી, ઊપરમાં રૂ.499.50 અને નીચામાં રૂ.434 રહી, અંતે રૂ.6 ઘટી રૂ.451 થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.941 ખૂલી, ઊપરમાં રૂ.985.50 અને નીચામાં રૂ.834.50 રહી, અંતે રૂ.37.50 ઘટી રૂ.879 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જુલાઈ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.261.20 ખૂલી, ઊપરમાં રૂ.330.10 અને નીચામાં રૂ.251.60 રહી, અંતે રૂ.68.50 વધી રૂ.325.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.24.95 ખૂલી, ઊપરમાં રૂ.34 અને નીચામાં રૂ.24.95 રહી, અંતે રૂ.5.75 વધી રૂ.32.40 થયો હતો. સોનું જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.300 ખૂલી, ઊપરમાં રૂ.324 અને નીચામાં રૂ.295 રહી, અંતે રૂ.14 ઘટી રૂ.315 થયો હતો. ચાંદી ઓગસ્ટ રૂ.58,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,700 ખૂલી, ઊપરમાં રૂ.1,833 અને નીચામાં રૂ.1,630 રહી, અંતે રૂ.131.50 ઘટી રૂ.1,736 થયો હતો. સોનું-મિની જુલાઈ રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.325 ખૂલી, ઊપરમાં રૂ.347 અને નીચામાં રૂ.280 રહી, અંતે રૂ.14 ઘટી રૂ.308 થયો હતો.

 

 

 

 

 

 

 

 

- text