અમદાવાદમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રાનો રોચક ઈતિહાસ

- text


અમદાવાદમાં આ વર્ષે 145મી રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો.

આ દિવસે જૂની અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરથી બહેન સુભદ્રા, ભાઈ બલરામની સાથે ભગવાન જગન્નાથ શહેર ભ્રમણ કરવા નીકળે છે. ત્રણ જુદા-જુદા રથો પર નીકળનારી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની સાથે ઘણા સાધુ-સંતો, મહિલા મંડળ અને અખાડા પણ જોડાય છે અને કરતજબાજ વિવિધ કલાનુ પ્રદર્શન કરી ભગવાન જગન્નાથજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરે છે.

દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા

આમ 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.

- text

રથયાત્રાનો ઈતિહાસ

આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તિઓ લાવ્યા અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1878માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.

બળદગાડામાં યોજાતી હતી રથયાત્રા

145 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવામાં આવતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે.

- text