હળવદમાં કિરીટ વરલીની કપાત લેતા ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે સરા રોડ ઉપરથી કિરીટ નામના ઇસમને વરલી મટકાના જુગારની કપાત લેતા રંગે હાથ ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સરા રોડ ઉપર સતનામ કોમ્પલેક્ષ પાસે જાહેરમાં વરલી મટકાની કપાત લઇ જુગાર રમતા અને રમાડતા કિરીટભાઇ વાસુદેવભાઇ વાહજોડીયા, રહે. રૂક્ષ્મણી પાર્ક સરા રોડ હળવદને 1750 રોકડા, વરલી મટકાનું સાહિત્ય અને એક બોલપેન કિંમત રૂપિયા 5 મળી 1755ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text