ટંકારા પોલીસ દ્વારા ટ્રાફીક અવરનેશ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : રોડ અકસ્માતના બનતા બનાવો અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકોને જાગૃત કરવા આજરોજ ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફીક અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લોકોને ઓવરસ્પીડ,રોડ સેફ્ટી,અવેરનેસ વગેરે બાબતે સમજણ આપવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામા ગંભીર પ્રકારના રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે ટ્રાફીક એવેરનેશ કાર્યક્રમ કરવાની સુચના આપવામા આવતા નાયબ પોલીસ અધિક્ષક એમ.આઇ.પઠાણ તથા સર્કલ પો.ઇન્સ .બી.પી.સોનારાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટાફ દ્વારા રોડ અકસ્માતના બનતા બનાવો અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકોને જાગૃત કરવા માટે આજરોજ ટંકારા લતીપર ચોકડી પાસે ટ્રાફીક એવેરને કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું.

જેમા ટ્રકચાલકો તથા મધ્યમ પ્રકારના વાહન ચાલકોને ઓવરસ્પીડ તથા રોડ સેફ્ટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે સુચનાઓ આપવામા આવેલ હતી.જેમા ખાનગી સ્કુલો ના ડ્રાઈવરો ૭૫ થી ૮૦ જેટલા તથા અન્ય વાહન ચાલકો આ કાર્યક્રમમા જોડાયેલ તથા ૩૦ જેટલા વાહનોને રેડીયમ સ્ટીકરો લગાડવામાં આવેલ હતા.

કામગીરીમા પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર તથા પોલીસ હેડ કોન્સટેબલ પ્રવિણભાઈ મેવા તથા પો.કોન્સ જયવિરસિહ ઝાલા તથા પો.કોન્સ કરણભા વસાભા ગઢવીએ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

- text

- text