રવાપરમા પાણીના ધાંધિયા : 25 સોસાયટીમાં પાણી ન આવતા મહિલાઓએ પાણી પુરવઠા કચેરી માથે લીધી

- text


પહેલા મહિલાઓ ગ્રામ પંચાયત બાદ પાણી પુરવઠાની કચેરીએ તડાફડી બોલાવી, અધિકારીઓએ વારંવાર લાઈનો તૂટી જતી હોવાનો બચાવ રજૂ કર્યો, પૂરતા પ્રેશરથી જ પાણી આપવા મહિલાઓની ઉગ્ર માંગ

મોરબી : મોરબીને અડીને આવેલા રવાપર ગામની 25 સોસાયટીમાં 15 દિવસથી પાણી ન આવતા મહિલાઓ વિફરી હતી. પહેલા ગ્રામ પંચાયત બાદ પાણી પુરવઠાની કચેરીએ મહિલાઓએ પાણીનો કાળો કકલાટ મચાવ્યો હતો, મહિલાઓએ એટલી હદે ઉગ્ર રજુઆત કરી હતી કે, પાણી પુરવઠાના કર્મચારીઓ અને અધિકારીઓને ધ્રુજારો આવી ગયો હતો. જો કે અધિકારીઓએ વારંવાર લાઈનો તૂટી જતી હોય અને રીપેર કરવામાં વાર લાગતો હોવાનો બચાવ રજૂ કર્યો હતો. પણ સામાપક્ષે પૂરતા પ્રેશરથી જ પાણી આપવા મહિલાઓની ઉગ્ર માંગ કરી હતી.

રવાપર ગામમાં આવેલી 25 જેટલી સોસાયટીઓમાં 15 દિવસથી પાણી ન આવતા રૉજરોજની પાણીની હાડમારીથી કંટાળી ગયેલી મહિલાએ વિફરી હતી અને સીધી જ બધી જ મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગઈ હતી. ત્યાં એવો જવાબ મળ્યો કે અમારો વાંક જ નથી. ગ્રામ પંચાયતે દોષનો ટોપલો પાણી પુરવઠા કચેરી ઉપર ઢોળ્યો એટલે બધી જ મહિલાઓ શહેરના કાલિકા પ્લોટમાં આવેલી પાણી પુરવઠા કચેરીએ પહોંચીને મહિલાઓ સીધો જ અધિકારીઓનો ઉઘડો લીધો કે 15-15 દિવસથી પાણી નથી આવતું તો અમારે રાંધવું કે કપડાં ધોવા કેમ ? દરરોજ લાખો રૂપિયા પાણીના ટેન્કર મંગાવવા પડે છે. અને વીજ બિલ વધે એ જુદું જ. ખરેખર મહિલાઓ શબ્દો અને કટુ વચનોનો એટલો મારો ચલાવ્યો હતો કે અધિકારીઓ અને કર્મચારીઓ પસીનો છૂટી ગયો હતો.

મહિલાઓનો દેકારો અને ઉગ્ર રોષને કારણે શાંતિ રાખો એવું કહેવું પણ દબાયેલા સ્વરે કહેવું પડતું હતું. ખરેખર આજે આ મહિલાઓ પાણીB પ્રશ્ને આક્રોશ એટલો બધો હતો કે અધિકારીઓને બોલવામાં પણ સંયમ રાખવો પડતો હતો. જો કે રવાપરની હાલ દોઢ લાખ જેવી વસ્તી થઈ.ગઈ છે. પણ પાણી પુરવઠા તંત્ર 2011ની વસ્તીને ધ્યાને રાખીને પાણી વિતરણ કરે છે. એટલે બધે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતુ નથી. આથી આજે મહિલાઓએ અધિકારીઓને ઘેરીને હલ્લાબોલ કર્યું હતું.

સામેપક્ષે અધિકારીએ કહ્યું હતું કે મચ્છુ નદીમાં માછીમારો માછીમારી કરતા હોય ત્યારે લાઈન તૂટી જાય છે. કોણ ક્યારે લાઈન તોડે એ જાણી શકતું મુશ્કેલ છે. આવું વારંવાર બને છે. લાઈન તૂટે ત્યારે બે દિવસ રીપેર કરતા લાગે એટલે પાણીનો પ્રશ્ન સર્જાઈ છે. હમણાં પણ પાણી લાઈન તૂટી હતી એ રીપેર થઈ ગઈ છે અને રહી વાત પૂરતા પ્રેશરથી પાણીની વાત તો એમાં ઉપરથી જ નવું શેડ્યુલ એટલે નવી યોજના બનાવીને આ પ્રશ્ન હલ થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

- text

- text