સસ્તી વીજળીની માંગ સાથે મોરબીમાં આજે “આપ” દ્વારા મશાલ રેલી 

- text


મોરબી : ભાજપ સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં વીજળી ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે.તો ગુજરાતમાં પણ વીજળી સસ્તી કરવામાં આવે એ માટે આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં આજે મશાલ યાત્રા યોજવામાં આવશે.

- text

ગુજરાતમાં વીજળી સસ્તી કરોની માંગ સાથે આજ રોજ બપોરે ૪:૧૫ થી ૫ મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ થી લઈ જુના બસ સ્ટેન્ડ સુધી પગપાળા મશાલ યાત્રા કાઢી વિરોધ નોંધાવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી મોરબી દ્વારા કરવામાં આવનાર છે. દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતના તમામ સામાન્ય લોકો ઈચ્છી રહ્યા છે કે ગુજરાતમાં વીજળી સસ્તી થવી જોઈએ. ભાજપ અન્ય રાજ્યોમાં વિજળી ફ્રી આપવાની જાહેરાત કરે છે તો ગુજરાતની જનતાએ તેમનું શું બગાડ્યું છે ? તેવા સવાલો સાથે આજે મશાલ યાત્રા નિકળશે.

- text