ટંકારામાં દોઢ ઈંચ, વાંકાનેરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો

- text


મોરબીમાં 8મીમી, હળવદમાં 11મીમી અને માળિયામાં 15મીમી વરસાદ

મોરબી : મોરબીમાં વિધિવત ચોમાસાના આગમન સાથે જ ગઈકાલે ટંકારા તાલુકામાં દોઢ ઈંચ અને વાંકાનેરમાં 20મીમી વરસાફ નોંધાયો હતો, જ્યારે માળીયા, મોરબી અને હળવદમાં પણ મેઘરાજાએ સુકન સાચવ્યું હતું.

મોરબી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ટંકારા તાલુકામાં સૌથી વધુ 40મીમી, વાંકાનેરમાં 20મીમી, માળિયામાં 15મીમી, હળવદમાં 11મીમી અને મોરબીમાં 08મીમી વરસાદ નોંધાયો હતો.

- text

ચાલુ વર્ષમાં મોસમનો કુલ વરસાદ જોઈએ તો ટંકારામાં 70મીમી, માળીયામાં 24મીમી, મોરબીમાં 29મીમી, વાંકાનેરમાં 32 મીમી અને હળવદમાં 20 મીમી વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે.

- text