એ હાલો…મોરબીમાં 1 જુલાઈથી વૃંદાવન દાંડીયા કલાસીસનો ધમાકેદાર પ્રારંભ

  • ગરબા કિંગ રાહુલ કવૈયા અને ગરબા કવીન અમિષા રાચ્છ તમામ ખેલૈયાઓને પોતાની આગવી સ્ટાઇલમાં રમાડવા અને ધમાલ મચાવવા માટે કરશે ટ્રેઈન

  • કલાસીસમાં ફેમિલી, કપલ અને લેડીઝ એમ ત્રણ કેટેગરીમાં અલગ બેચની વ્યવસ્થા : 3 મહિનાનો સ્પેશિયલ કોર્ષ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી. એમાં પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે નવરાત્રી ઉજવાઈ ન શકી એટલે આ વર્ષે તો ખેલૈયાઓનો ઉત્સાહ 3 ગણો વધી ગયો છે. ત્યારે મોરબીના તમામ ખેલૈયાઓને પોતાની આગવી સ્ટાઇલમાં રમાડવા અને ધમાલ મચાવવા માટે ગરબા કિંગ રાહુલ કવૈયા અને ગરબા કવીન અમિષા રાચ્છ 1 જુલાઈથી વૃંદાવન દાંડીયા કલાસીસનો ધમાકેદાર પ્રારંભ કરી રહ્યા છે.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે સત્યમ પાનવાળી શેરીમાં આવેલ સિદ્ધિ વિનાયક હોલ ખાતે 1જુલાઈથી વૃંદાવન દાંડીયા કલાસીસ શરૂ થવા જઈ રહ્યું છે. આ કલાસીસમાં ફેમિલી તેમજ કપલ માટે અલગ બેચની વ્યવસ્થા છે. એજ રીતે લેડીઝ માટે પણ અલગ બેચની વ્યવસ્થા રાખેલ છે. કુલ 3 મહિનાનો કોર્ષ છે. આ કોર્ષમાં સુરત ના પ્રખ્યાત દોઢિયા તેમજ અલગ અલગ જાતની અનેક નવી સ્ટાઈલો સાથે ટ્રેડિશનલ ગરબા શીખવવામાં આવશે.

આ કોર્ષમાં બેઝિકથી શરૂ કરીને ન્યુ ટ્રેન્ડીંગ વેરીએશન જેમકે સુરતી ડોઢિયા, રમઝટ, ઢોલીડા, રંગતાલી, ખેલૈયા, ટીટોડો વેસ્ટર્ન, કાકાબાપા, ભાઇ ભાઈ,ડાકલા, હેલ્લારો,વૃંદાવન સ્પેશિયલ અને આ સીવાય અનેક અવનવા સ્ટેપ શીખવવામાં આવશે. વૃંદાવન દાંડીયા કલાસીસમાં મોરબીના ખૂબ પ્રખ્યાત એવા રાહુલ કવૈયા અને ડૉ.અમિષા રાચ્છ ગરબા શીખવશે.તેઓ બન્ને ખૂબ નાની ઉંમરથી ગરબાની અનેક કોમ્પિટિશનમાં ભાગ લઈને વિનર રહી ચૂક્યા છે. મોરબીમાં આ બન્ને નામ ખૂબ જાણીતા છે.

ડો.અમિષા રાચ્છ એ મોરબીના મલ્ટી ટેલેન્ટેડ સેલિબ્રિટી છે.લાસ્ટ યર કોરોના સમયમાં તેઓએ ઓનલાઇન ગરબાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જેની નોંધ ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠા મેગેઝીનમાં પણ લેવામાં આવી હતી. આ સાથે સહાયક તરીકે જીયા મહેતા,ઓમ રાચ્છ અને જૈનમ આહીર પણ વૃંદાવન દાંડીયા કલાસીસમાં લોકોને ગરબાના સ્ટેપમાં ઝૂમાવશે.

તો ઝડપથી મોરબીના લિડિંગ અને નં.1 ક્લાસિસમાં આપનું રજિસ્ટ્રેશન કરાવી લેજો. લિમિટેડ સીટજ બાકી છે.વધુ માહિતી માટે રાહુલ કવૈયા મો.નં. 8141924214 અથવા ડો.અમિષા રાચ્છ મો.નં. 8780041764નો સંપર્ક કરવા જણાવાયું છે.