જાંબુ -ખારેકની સિઝનમાં બોરડીએ લૂમેઝૂમે બોર આવ્યા 

- text


ટંકારાના બંગાવડી ગામની સીમમાં બોરડીમાં બોર આવતા લોકોમાં કુતુહલ 

ટંકારા : ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતી પ્રક્રિયાઓનું ચક્ર ગોથે ચડ્યું હોય તેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે તો બીજી તરફ હળાહળ કળજુગના એંધાંણની જે આગમવાણી કરવામાં આવી છે તે પણ સાચી પડતી હોય તેવી સ્થિતિ વચ્ચે ટંકારા તાલુકાના બંગાવડી ગામે જાંબુ-ખારેકની સીઝનમાં બોરડીએ લૂમેઝૂમે બોર આવતા ગ્રામજનોમાં ભારે કુતુહલ સર્જાયું છે.

સામાન્ય રીતે નવરાત્રી બાદ એટલે કે આસો મહિનામાં બોરડીમાં ફાલ આવતો હોય છે અને ઠંડીની મોસમમાં તમામ પ્રકારના બોર આવે છે પરંતુ આ કુદરતી પ્રક્રિયાથી વિપરીત ટંકારા તાલુકાના બંગાવડી નજીક સીમમાં શેઢે આવેલી બોરડીમા ચોમાસાની ઋતુના પ્રારંભે બોર આવતા કુતુહલ સર્જાયું છે. ટંકારા ખાતે રહેતા ભવ્ય પાન વાળા રમેશભાઈની વાડી નજીક બોરડીમા બોર આવ્યા હોય ગ્રામજનો દ્વારા મોઢા એટલી વાતો થઇ રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે, ચોમાસા પૂર્વે ટીટોડી ઉંચા સ્થળે ઈંડા મૂકે તો સારા વરસાદની નિશાની ગણવામાં આવે છે ત્યારે આ વર્ષે ટીટોડીએ ચોમાસાના આગમનના દોઢથી બે મહિના પહેલા જ ઈંડા મુખ્ય હોવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ખારેક અને રાવણા જાંબુની સિઝનમાં બોરડીએ બોર આવતા વડીલો અને જૂની પેઢીના જાણકાર લોકો પણ માથું ખજવાળી રહ્યા છે.

- text