ટંકારાના ટોળ ગામે વીજ ધાંધિયા; સમયસર લાઈટ ન મળતા ખેડૂતોને ભારે હાલાકી

- text


 

ટોળ સેવા સહકારી મંડળીનું મામલતદારને આવેદન

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામમાં છેલ્લા એકાદ મહિનાથી વીજ ધાંધિયા થઈ રહ્યા છે. સમયસર અને પુરતો વીજ પુરવઠો ન મળતા ગ્રામજનો અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ અંગે ટોળ સેવા સહકારી મંડળીએ મામલતદારને આવેદન મારફત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે ટોળ ગામમાં છેલ્લા ચાલીસેક દિવસથી ક્યારેય પણ આઠ કલાક સમયસર લાઈટ મળી નથી. આ અંગે ઓફિસે ફોન કરવામાં આવે તો ઉડાઉ જવાબ મળે છે. જેમકે ઉપરથી લોડ સેટિંગમાં છે, લાઈટ ફોલ્ટમાં છે, માણસો રીપેર કરવા વાળા હાજર નથી વગેરે જવાબો મળે છે. આ અંગે પીજીવીસીએલ ઓફિસે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ સમસ્યા અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટોળ સેવા સહકારી મંડળીના પ્રમુખ ગઢવાળા શાહબુદ્દીન ઉસ્માને મામલતદારને આવેદન આપી વહેલાસર આ સમસ્યાનો ઉકેલ લાવી સમયસર લાઈટ આપવા રજૂઆત કરી છે.

- text

- text