માળિયા પોલીસે હાઇવે ઉપર ફેલાવી ટ્રાફિક અંગેની જાગૃતિ : વાહનોમાં લગાવાઇ રેડિયમ પટ્ટી

- text


માળિયા : માળીયા પોલીસ દ્વારા રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકને જાગૃત કરવા માટે આજરોજ માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પર ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતું.

જેમા હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહનોને રેડીયમ પટ્ટીઓ લગાડવામા આવેલ તથા વાહન ચાલકોને ઓવરસ્પીડ તથા રોડ સેફટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે સુચનાઓ આપવામા આવેલ તથા ૧૦૦ જેટલા વાહનોને રેડીયમ સ્ટીકરો લગાડવામા આવેલ. આ કામગીરીમાં કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.જી.પનારા, પો.હેડ.કોન્સ. મહીપતસિંહ સોલંકી, પો.કોન્સ. જયદેવસિંહ ઝાલા, જયેશભાઇ ધંધુકીયા, લલીતભાઇ તથા માણસુરભાઇ જોડાયા હતા.

- text

- text