નામ બડે ઔર દર્શન છોટે ! ટ્રાફિકથી ધમધમતા મોરબી ડેપોને બસ ફાળવણીમાં અન્યાય

- text


રાજકોટ ડિવિઝન હેઠળ આવતા અને અઢળક કમાણી કરાવતા મોરબી ડેપો પ્રત્યે નિગમનું ઓરમાયું વલણ

મોરબી : રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતો મોરબી એસટી ડેપો કમાણીમાં નંબર વન હોવા છતાં ગુજરાત રાજ્ય એસટી નિગમ અને રાજકોટ ડિવિઝનના અધિકારીઓ દ્વારા બસ ફાળવણી અને લોકલ-એક્સપ્રેસ રૂટમાં અન્યાયી વલણ અપનાવવામાં આવતું હોવાનું માહિતી અધિકારના કાયદા હેઠળ બહાર આવ્યું છે.

જાગૃત નાગરિક દ્વારા રાજકોટ ડિવિઝન હેઠળ આવતા મોરબી એસટી ડેપોને કેટલી બસ ફાળવવામાં આવી છે અને કેટલા રૂટનું સંચાલન થાય છે તે અંગે માહિતી માંગવામાં આવતા અન્ય ડેપોની તુલનાએ મોરબીને અન્યાય થતો હોવાનું અને મોરબી ડેપોને માત્ર 14 એક્સપ્રેસ ટ્રીપ માટે 9 રૂટ જ ચાલતા હોવાનો સત્તાવાર એકરાર એસટીના સત્તાધીશોએ કર્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક નગરી મોરબીથી રાજ્યના તમામ શહેરોમાંથી મુસાફરોની મોટાપ્રમાણમાં આવન-જાવન રહેતી હોવા છતાં મોરબી ડેપોને એસટી નિગમ દ્વારા માત્રને માત્ર 50 બસ જ ફાળવવામાં આવેલ છે જેમાં બીએસ-6 એન્જીન વાળી માત્ર ને માત્ર ત્રણ બસ જ આપવામાં આવી છે ત્યારે ખખડધજ અને ભંગાર જેવી ગાડીઓથી ગાડું ગબડાવવામાં આવતું હોવાનું એસટીના સત્તાવાર જવાબ ઉપરથી ફલિત થઇ રહ્યું છે.

- text