મોરબીમાં ઓવરબ્રીજ રસ્તાના કામો અંગે મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : મોરબી શહેરમાં મંજુર થયેલ ઓવરબ્રિજ તેમજ ફોરલેન રસ્તા બનાવવાનું કામ શરુ કરાવા અંગે સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રોડ-રસ્તા અને ઓવરબ્રિજ બની જતા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો હાલ આવશે. તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે.

ટંકારાના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા જણાવ્યું છે કે, મોરબીમાં રોડ-રસ્તાની સમસ્યાને લીધે અવારનવાર જીવલેણ અકસ્માતો થાય છે. જેને લીધે અમુલ્ય માનવજીવન મોતના ખપ્પરમાં હોમાય છે.તે નિવારવા માટે મોરબી હળવદ રોડ ફોરલેન,મોરબી નવલખી ફોરલેન રોડ અને મોરબી જેતપર રોડ ફોરલેનનું કામ વહેલી તકે શરૂ થાય એ જરૂરી છે. આ બંને રોડ મંજુર થયેલ છે. સાથે મહેન્દ્રનગર ઓવરબ્રીજનું કામ વહેલી તકે કામ શરૂ થાય. તે જરૂરી છે કારણકે, આ ઓવરબ્રિજનું ખાતમહુર્ત ભૂમિપૂજન પજ થઈ ગયેલ છે.

- text

વધુમાં વાઘજી બાપુના બાવલાં પાસે નટરાજ ઓવરબ્રીજ મંજુર થયેલ છે.આ કામ વહેલી તકે શરૂ થાય તે જરૂરી છે. નવલખી પોર્ટનાં ડમ્પરો અકસ્માત સર્જે છે.તેમજ મોરબી ટ્રાફીક સમસ્યા હલ કરવી અને ચાર સ્થળે બેઠા પૂલ બનાવવા જેમાં નટરાજ ઓવરબીજનું કામ શરૂ થાય ત્યારે બેઠા પુલ ઉપયોગી થશે તેવું જણાવ્યું છે.

આ ઉપરાંત જુના સ્મશાનથી સામા કાંઠે નવા સ્મશાન સુધી – ઉમા ટાઉનશીપ સુધી,મહાપ્રભુજીની બેઠકથી કાલીકા ઘાટ શીતળા માતાના મંદિર સુધી બેઠો પુલ બનાવવો,રામ ઘાટથી સામા કાંઠે ન્યુ પેલેસ રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવો, ભડીયાદ રોડ થી લીલાપર રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવા અંગે પણ સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે.

- text