ટંકારા – મિતાણા પંથકમાં ધોધમાર વરસાદ

- text


ટંકારા : પ્રિ – મોન્સૂન એક્ટિવિટી સાથે રાજ્યમાં ચોમાસુ જામ્યું હોય તેવા માહોલમાં ગઈકાલે બાદ આજે પણ મોરબી જિલ્લામાં મેઘસવારી ચાલુ રહી છે અત્યારે ટંકારા, મિતાણા પંથકમાં મેઘો જમાવટ સાથે મંડાયો છે.

- text

રાજ્યમાં સતાવાર રીતે 15 જુનથી ચોમાસુ બેસતું હોય છે પરંતુ ઓણસાલ મેઘરાજાએ વહેલી અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે હળવદ તાલુકાના ગામોમાં મેઘરાજા મનભરીને વરસ્યા બાદ આજે બપોરે બાદ અસહ્ય બફારા વચ્ચે મોરબી, માળીયા, વાંકાનેર, હળવદ તાલુકામાં છુટા છવાયા વરસાદ છાંટા છૂટી પડી રહ્યા છે તો ટંકારા તાલુકામાં મિતાણા અને ટંકારા તાલુકાના આજુબાજુના વિસ્તારમાં ધોધમર મેહુલો વરસ્યો હોવાના સમાચાર સાપડી રહ્યા છે.

- text