મયુર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૫નો વધારો : આજ થી જ અમલ

- text


પ્રતિકિલો ફેટે અપાતા રૂપિયા ૭૨૫ ના બદલે હવે દૂધ ઉત્પાદકો માટે રૂપિયા ૭૪૦નો નવો ભાવ અમલી કરાયો

હળવદ : મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી)દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂપિયા ૧૫નો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારાનો અમલ આજથી જ કરી દેવામાં આવ્યો છે.

હાલ ઉનાળાની સિઝનમાં દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવ મળી રહે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૧૫નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દૂધ સંઘ ૭૨૫ રૂપિયા ચૂકવતુ હતું જે રૂપિયા ૧૫ ના વધારા સાથે ૭૪૦ રૂપિયા ચુકવશે અને આ ભાવ વધારો આજ થી જ અમલી પણ કરી દેવામાં આવ્યો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જિલ્લાની ૨૯૫થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે. સાથે જ મોરબી દુધ સંઘ દ્વારા દરરોજ ૧.૪૦ લાખ લીટર દૂધ એકઠું કરે છે. તેમજ ૨૩ હજારથી વધુ દૂધ ઉત્પાદકો મોરબી દૂધ સંઘ સાથે જોડાયેલા છે.

વધુમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દૂધના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. જેથી આ ભાવ વધારો સીધો જ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો માટે ફાયદાકારક નીવડશે.

- text