આશરે ૧ લાખની કિમતના ખોવાયેલ મોબાઇલો શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ

- text


પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા

મોરબી : દરરોજ અનેક મોબાઈલ ખોવાઈ જતા હોય કે ચોરી થઈ જતા હોય છે. આવા મોબાઈલ મળવા મુશ્કેલ હોય છે. ઘણીવાર પોલીસ પણ ખોવાયેલા મોબાઈલની ફરિયાદ ન નોંધતી હોવાથી ખોવાયેલા મોબાઈલ લોકોને ભૂલી જવા પડે છે. પણ મોરબી બી ડિવિઝન પોલીસે આ બધી બાબતને ખોટી ઠેરવી શહેરમાં ગુમ થયેલા એકાદ લાખની કિંમતના મોબાઈલ શોધવા માટે ભારે મહેનત કરી આ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત આપીને પોલીસ પ્રજાની હમદર્દ હોવાનું પુરવાર કર્યું છે.

- text

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયાના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા નાઓએ ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી નીચે મુજબના ચાર જેટલા આશરે ૧,૦૦,૦૦૦ ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે.

- text