રેસીપી અપડેટ : જાણો હેલ્ધી અને સ્વાદમાં પણ મજેદાર ઓટ્સ ઉત્તપમ,બનાવવાની સરળ રીત…

- text


અત્યારે લોકો સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ હોય તેવી વાનગી ખાવા પર પ્રથમ પસંદગી ઉતારે છે. આવી જ એક વાનગી એટલે ઓટ્સ ઉત્તપમ. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેઓ માટે આ વાનગી સૌથી બેસ્ટ છે. ઓટ્સ ઉત્તપમ બ્રેકફાસ્ટમાં પણ ઝટપટ બનાવી શકાય છે. આ ઉત્તપમ સ્વાસ્થ્યપ્રદ, સ્વાદમાં પણ ચટાકેદાર અને બનાવવામાં પણ એટલા જ સરળ છે. તો ચાલો જાણીએ ઉત્તપમની સામગ્રી અને રેસીપી…


ઓટ્સ ઉત્પમ બનાવવા માટે જરૂરી સામગ્રી :

ઓટ્સ1 કપ
સોજી1 કપ
દહીંઅડધો કપ
જરૂર મુજબ પાણી
કોથમીર1 ચમચી
કેપ્સીકમ1 ચમચી
લીલા મરચા2 (બારીક સમારેલા)
ડુંગળી 1 (ઝીણી સમારેલી)
ગાજર1 (બારીક સમારેલ)
સરસવના દાણા1 ચમચી
સ્વાદ માટે મીઠું

- text


ઓટ્સ ઉત્પમ બનાવવાની રીત:

1. સૌ પ્રથમ ઓટ્સ લો અને તેને પીસીને પાવડર બનાવી લો.

2. આ પછી તેમાં સોજી અને દહીં મિક્સ કરો.

3. પછી તેમાં જરૂર મુજબ પાણી મિક્સ કરો.

4. આ પછી તેમાં સરસવના દાણા, મીઠું મિક્સ કરો.

5. તેમાં તમામ બારીક સમારેલા શાકભાજી મિક્સ કરો.

6. પછી એક તપેલી લો અને તેમાં તેલ નાખો અને ઉત્તાપમનું ખીરું નાખો.

7. આ પછી તેને સારી રીતે બેક કરો.

8. તમારું ઉત્તાપમ તૈયાર છે અને તેને લીલી ચટણી સાથે સર્વ કરો.


- text